દેશી દારૂના પોટલાં સહિત રૂ.1.28નો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભોજપરા ગામ નજીક 400 લીટર દેશી દારૂ ભરેલ કાર ઝડપાઇ છે. આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 4ના રોજ ભોજપરા ગામ પાસેથી જયંતીભાઈ કરશનભાઇ રંગપરાને ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારૂ ભરેલ પ્લાસ્ટિકના બાચકા નંગ 8 (દેશી દારૂ લીટર 400, કી.રૂ. 8000)નો મુદામાલ વેચાણ કરવાના ઈરાદે કાર રજી નંબર GJ 13-AM-0454મા હેરાફેરી કરતો પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે દેશી દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળી કુલ રૂ. 1,28,500નો મુદામાલ કબ્જે કર્યો છે. અને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.