મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લીલાપર રોડ ઉપર જુના સ્મશાન નજીકથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 500 સાથે સમીરભાઈ અકબરભાઈ રાજા, રહે. લાતી પ્લોટ શેરી નં.૧૨ ખ્વાજા પેલેસ પાછળ મોરબી વાળાને ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં દારૂની આ બોટલ બાબુ મહેબુબભાઈ માયક રહે. પંચાસર રોડ મોરબી વાળા પાસેથી મેળવી હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી સમીરને અટકાયતમાં લીધો હતો.