મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર ગામના પાટીયા પાસે સ્મશાન નજીકથી સુરેન્દ્રનગર જિલ્લાના ગોપાલગઢ ગામે રહેતા અને મજૂરી કામ કરતા વિપુલભાઇ સોમાભાઇ લોદરીયા નામના યુવાનને મેકડોવેલ્સ નંબર -1 વિદેશીદારૂની બોટલ નંગ -1 કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.