મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ ઓમ કોમ્પલેક્ષ સામેથી તાલુકા પોલીસે આરોપી અર્જુનસિંહ હરીસિંહ રાઠોડ રહે.પાંજરાપોળની પાછળ, ખડીયાવાસ, લીલાપર રોડ, મોરબી વાળાને જ્હોની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની એક બોટલ કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.