હળવદ : હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફે પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન માણેકવાડા ચોકડી ખાતેથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને દબોચી લેવામાં આવ્યો છે.હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફને મળેલી બાતમીના આધારે માણેકવાડા ચોકડી ખાતેથી 8 હજારની કિંમતનો કૂલ 400 લીટર દેશી દારૂના જથ્થા સાથે આરોપી મહેશ સારલા (ઉં,વ, 24, રહે. નળખંભા, તા. થાનગઢ, જિ. સુરેન્દ્રનગર)ને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દારૂના જથ્થાની હેરફેર માટે ઉપયોગમાં લેવાયેલી 2 લાખની કિંમતની બોલેરો ગાડી નંબર GJ-13-AR- 5683 કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.