કી.રૂ. 25,400નો વિદેશી દારૂ કબ્જે મોરબી : આવતીકાલે 31st ડિસેમ્બરની ઉજવણી દારૂથી થાય તે પહેલા પોલીસ રેઇડ પાડી કાર્યવાહી કરી રહી છે. ત્યારે મોરબીના જોન્શનગરમાં રહેણાંક મકાનમાં વ્હીસ્કીની 60 બોટલો સાથે એક શખ્સ પકડાયો છે. ગઈકાલે તા. 29ના રોજ મોરબી શહેરમાં જોન્શનગરની શેરી નં. 11માં આશીફભાઇ અનવરભાઇ મીનીવાડીયાના રહેણાંક મકાનમાં ગે.કા રીતે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે રાખેલ વ્હીસ્કીની 60 બોટલો (કી.રૂ. 25,400) ઝડપી પાડવામાં આવી છે. આ વિદેશી દારૂનો મુદામાલ આસિફે ઇકબાલ ઉર્ફે જીણી કરીમભાઇ વડાવરીયા પાસેથી લીધો હોવાનું ખુલ્યું હતું. આ કેસમાં બંને શખ્સો સામે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ પોલીસે વિદેશી દારૂ કબ્જે કરી આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.