મોરબી : મોરબી તાલુકાના મધુપુર ગામે પોલીસે વધુ એક દરોડો પાડી એક યુવાનને વિદેશી દારૂની 60 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના મધુપુર ગામે તાલુકા પોલીસે બાતમીને આધારે કુલદીપસિંહ વિભાજી જાડેજા રહે.મોરબી વાળાના મકાનમાં દરોડો પાડી બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કીની 60 બોટલ કિંમત રૂપિયા 51 હજાર સાથે આરોપીને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.