મોરબી : મોરબીના દેશી દારૂના પીઠા સમાન રંગપર બેલા ગામની સીમમા આવેલ લાઈવસિટી કારખાના પાછળ મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી જુસબ હબીબભાઈ જામ રહે.વેજીટેબલ રોડ, મોરબીવાળાને 550 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 1,10,000 સાથે ઝડપી લેતા દેશી દારૂનો આ જથ્થો આરોપી આરીફ કટિયા રહે.માળીયા મિયાણા વાળો આપી ગયો હોવાનું કબુલતા પોલીસે બન્ને વિરૂદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.