મોરબી : મોરબી- જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ નજીકથી મોરબી તાલુકા પોલીસે વીસીપરામા રહેતા આરોપી અસાક હાસમભાઈ બાયદાણી ઉ.20 નામના શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 3 બોટલ કિંમત રૂપિયા 1655 સાથે પકડી પાડ્યો હતો. આરોપીની પૂછતાછમા દારૂની આ બોટલ આરોપી કિશોર બચુભાઇ કોળી રહે.જેતપર વાળા પાસેથી મેળવ્યાની કબુલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.