મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પીપળી રોડ રોયલ પાર્ક નજીકથી બાતમીને આધારે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ નંગ ૨૧૨ સાથે એક શખ્સને દબોચી લીધો હતો. દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં અન્ય બે આરોપીઓના નામ ખુલતા તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલીંગ દરમિયાન મોરબીના પીપળી રોડ રોયલ પાર્ક નજીકથી આરોપી વિપુલભાઇ લીંબાભાઇ કટેશીયા, રહે. શાંતિનગર સોસાયટી ગામ પીપળી મુળ રહે. રાજકોટ જીલ્લાના ગુંદાળા ગામ વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૨૧૨ નંગ બોટલ કિ.રૂ.૪૦,૭૨૫ સાથે ઝડપી લીધો હતો. બાદમાં આરોપીની સઘન પૂછપરછ કરતા વિદેશી દારૂના કાળા કારોબારમાં અન્ય બે આરોપી પ્રવીણભાઇ સીવાભાઇ જોગરાજીયા હાલરહે-શાંતીનગર સોસાયટી પીપળી મૂળગામ-ગુંદાણા તા.વીંછીયા જી.રાજકોટ તથા વિપુલભાઇ મનસુખભાઇ ધલવાણીયા હાલરહે- શાંતીનગર સોસાયટી પીપળી મૂળગામ-મોટામાત્રા તા.વીંછીયા જી.રાજકોટના નામ ખુલતા તેઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.