મોરબી એલસીબી ટીમ દ્વારા કાર્યવાહી : તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ મોરબી : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ફડસર ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 21 બોટલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ફડસર ગામે પ્રાથમિક શાળા સામે રહેતા નાગાજણભાઇ ઉર્ફે નાગરાજ રામભાઇ બાળાના રહેણાંકમાં દરોડો પાડતા રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની મેકડોવેલ્સ-1 સુપીરીયર વ્હીસ્કી બોટલ નંગ-21 કિંમત રૂપિયા 7875 નો મુદામાલ મળી આવ્યો હતો. આ મામલે એલસીબી ટીમે મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.