મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મોરબી શહેરના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડથી શંખેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના રસ્તેથી વાવડી રોડ ઉપર રહેતા તાહિરભાઈ યુનુસભાઈ અજમેરી નામના યુવાનને વિદેશી દારૂની 32 બોટલ કિંમત રૂપિયા 9,750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.