હળવદ : હળવદમાં પોલીસે ગઈકાલે વરલી ફીચરના આંકડા લેતા એક શખ્સને દબોચી લીધો હતો. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે તા.૯ ના રોજ હળવદ નજીક લક્ષ્મીનારાયણ ચોક રસ્તા ઉપર જાહેરમા વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા આરોપી રફીકભાઇ ઝુમાભાઇ મંસુરી (રહે. હળવદ, ઉ.વ.૫૦, ધંધો. મજુરી, રહે.હળવદ મોચીવાડ) ને વર્લી ફીચરના સાહીત્ય તથા કૂલ રૂ. ૧૫૪૨ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.