મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના નગર દરવાજા ચોક પાસે જાહેર રોડ ઉપર વિદેશી દારૂ લઈને નીકળેલા આરોપી મોસીનભાઈ હાસમભાઈ સધવાણીને વીદેશી દારુ ભરેલ શીલ બંધ બોટલ નંગ-5 કિ.રૂ.1500 સાથે ઝડપી લીધો હતો આ વિદેશી દારૂની હેરાફેરીમાં મદદગારી સબબ બીજા આરોપી ધનરાજ મકવાણા સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. એ ડિવિઝન પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ એ ડિવિઝનના એ.એસ.આઇ. આર.પી.રાણા ચલાવી રહ્યા છે.