વાંકાનેર : વાંકાનેર - મોરબી હાઇવે ઉપર જીનપરા જકાતનાકા નજીકથી વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે સ્વીફ્ટ કારમાં દેશીદારૂની ખેપ મારતા એક શખ્સને ઝડપી લઈ 1,57 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે હાઇવે ઉપર જીનપરા જકાતનાકા નજીક બાતમીને આધારે વોચ ગોઠવી આરોપી રાહુલ ભુપતભાઇ ગાબુ ઉ.24 રહે.સાલખડા તા.ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર નામના શખ્સને સ્વીફ્ટ કાર નંબર જીજે - 03 - 7153 વાળીમાં 350 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 7000 સાથે ઝડપી લઈ રૂપિયા 1.50 લાખની કાર સહિત 1.57લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.