મોરબી : મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસેથી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે આરોપી કલ્પેશ બાબુભાઈ ચીખલીયા રહે.હરિઓમ પાર્ક, ઘૂંટુ રોડ, મહેન્દ્રનગર વાળાને મોબાઈલ ફોનમાં ઓએમજી247.કો નામનું આઈડી મેળવી આઇપીએલ ક્રિકેટ મેચમાં ગુજરાત અને કોલકતાની ટીમ વચ્ચે રમાઈ રહેલ મેચ ઉપર હારજીતના સોદા કરતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1150 તેમજ 5000ની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.