પોલીસે બીજા આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી મોરબી : મોરબીના શક્તિ ચેમ્બરની નીચેથી એક યુવાનની લાશ મળતા સીસીટીવી કેમેરામાં યુવાન ત્રીજા માળેથી પડતો દેખાતા પોલીસે આ બનાવની સઘન તપાસ કરતા આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યુ હતું. જેમાં શકિત ચેમ્બરના ત્રીજા માળેથી બે શખ્સોએ યુવાનને નીચે ફેંકીને હત્યા કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે હાલ એક આરોપીને ઝડપી લઈ બીજા આરોપીને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે. મોરબીના સામાકાંઠે હાઇવે નજીક આવેલા શક્તિ ચેમ્બર નીચેથી ગત રવિવારે સવારે રણજીત ભુપતભાઇ સોલંકી (ઉ.વ.૪૦) નામના યુવાનની લાશ મળી આવી હતી. આથી પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ યુવાન શક્તિ ચેમ્બરના ત્રીજા માળેથી નીચે પડતો દેખાયા બાદ પોલીસે સઘન તપાસ ચલાવતા આ બનાવ હત્યાનો હોવાનું સામે આવ્યું હતું. જેથી મૃતકના પિતા ભુપતભાઇ ટપુભાઇ સોલંકી (ઉ.વ.૭૬, ધંધો-મજુરી, રહે. ૮૦ ફુટનો રોડ, દેવભગતની વાવની પાછળ, ઇન્દીરા સોસાયટી, હનુમાન મંદિર પાસે, સુરેન્દ્રનગર) એ આરોપીઓ જાવેદ ઉર્ફે માયો રસુલભાઇ વાધેર (રહે. પુનમ કેસેટ, ઉપર ડો.તખસીંહજી રોડ, મોરબી), મુન્નો અલારખા પરમાર (રહે. વજેપરા, મોરબી) સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આ બન્ને શખ્સોએ યુવાનને શક્તિ ચેમ્બરના ત્રીજા માળેથી ફેકીને હત્યા કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે હાલ એક આરોપી જાવેદ ઉર્ફે મયો રસુલભાઈ વાઘેરને ઝડપી લીધો હતો. તેમજ બીજા ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..