મોરબી તાલુકા પોલીસે નાગડાવાસના પાટિયા નજીકથી આરોપીને ઝડપી લઈ મહિલા આરોપી વિરુદ્ધ પણ ગુન્હો નોંધ્યો મોરબી : મોરબીની મહિલા માટે પલ્સર મોટર સાયકલ ઉપર દેશી દારૂની કોથળીઓ લઈ આવી રહેલા એક શખ્સને મોરબી તાલુકા પોલીસે નાગડાવાસ ગામના પાટિયા નજીકથી ઝડપી લઈ બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી રૂપિયા 21,100નો મુદામાલ કબ્જે કર્યો હતો. મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નાગડાવાસ ગામના પાટિયા નજીકથી બજાજ પલ્સર મોટર સાયકલ ઉપર પ્લાસ્ટિકના બાચકામાં દેશીદારૂની 275 કોથળી લઈને નીકળેલા વિસીપરામાં રહેતા મુસ્તાકભાઇ ઓસમાણભાઇ લઘાણીને ઝડપી લઈ પૂછપરછ કરતા દેશી દારૂનો આ જથ્થો વિસીપરામાં જ રહેતી ધનીબેન ઉર્ફે પોચી રમેશભાઇ ડેડવાણીયા માટે લઈ જતો હોવાનું કબૂલાત આપી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસે રૂપિયા 20 હજારની કિંમતનું પલ્સર બાઈક તેમજ રૂપિયા 1100નો દેશીદારૂ કબ્જે કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી ધની ઉર્ફે પોચીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.