સીટી એ ડિવીઝન પોલીસે લાઈવગુરુ એપ ઉપર ઓનલાઇન સટ્ટો રમતા અન્ય એકને ફરાર જાહેર કર્યો મોરબી : મોરબીમાં આઇપીએલ ટવેન્ટી- ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન આઈડી ઉપર લાઈવ ક્રિકેટ મેચ નિહાળી સટ્ટો રમતા એક શખ્સને રંગે હાથ ઝડપી લઈ અન્ય એક ઈસમને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઇદ મસ્જીદ રોડ મદીના પેલેસ સામેથી જીસાનભાઇ ઇબ્રાહીમભાઇ ચાનીયાને લાઇવગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી મુબંઇ (MI) તથા રાજસ્થાન (RR) ની 20-20 ક્રિકેટ મેચ ઉપર અલ્તાફભાઇ અલીમામદભાઇ ચાનીયા સાથે રનફેરનો જુગાર રમી રમાડી રોકડા રૂ.2200 તથા મોબાઇલ ફોન કિ.રૂ.8000 મળી કુલ રૂ.10,200ના મુદામાલ સાથે આરોપી જીસાનને ઝડપી લઈ અલ્તાફને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.