ટવેન્ટી ટવેન્ટી મેચમાં ઓનલાઈન જુગાર રમાડતા એકનું નામ ખુલ્યું મોરબી : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ટીમે પરાબજારમાં દરોડો પાડી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન જુગાર રમતા એક શખ્સને ઝડપી લઈ અન્ય એક જુગારીનું નામ ખોલવામાં સફળતા મેળવી છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી પરાબજારમાં અમદાવાદ હેર ડ્રેસર નામની દુકાનની બાજુમાં પોલીસે દરોડો પાડી કલ્પેશભાઈ પ્રેમજીભાઈ રાવલને ક્રિકબર્જ ઓનલાઈન એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી કોલકતા(KKR) બેગ્લોર(RCB) ની 20-20 ક્રિકેટ મેચ ઉપર આરોપી વીર સાથે રનફેરનો જુગાર રમી રમાડી રોકડા રૂપિયા 10,500 તથા મોબાઇલ ફોન રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 15,500ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી વીર હાજર મળી ન આવતા પોલીસે ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..