મોરબી એસઓજી પોલીસ ટીમે કરેલી કાર્યવાહી મોરબી : મોરબી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમે બાતમીને આધારે માળીયા તાલુકાના નીરુબેનનગર ગામના ગેઇટ પાસેથી એક યુવાનને દેશી બનાવટના તમંચા સાથે ઝડપી લઈ આર્મ્સ એક્ટ મુજબ માળીયા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમ માળીયા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નીરુબેનનગર ગામના ગેઇટ પાસે એક શખ્સ દેશી બનાવટના તમંચા સાથે ઉભો હોવાની બાતમી મળતા એસઓજી ટીમે બનાવ સ્થળે છાપો મારી આરોપી સમીર હનીફભાઇ મોવર, ઉ.24, રહે.અંજીયાસર વાળાને ઝડપી લઈ અંગ ઝડતી કરતા રૂપિયા 5000ની કિંમતનો તમંચો મળી આવતા માળીયા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.આ સફળ કામગીરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોરબીના પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.અંસારી, કે.આર.કેસરિયા, એએસઆઇ રણજીતભાઇ બાવડા, રસિક કુમાર કડીવાર, ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જોગરાજીયા, જુવાનસિંહ રાણા, મહાવીરસિંહ પરમાર, શેખભાઈ મોરી, કોન્સ્ટેબલ આસિફભાઇ ચાણકીયા,ભાવેશભાઈ મિયાત્રા, માણસુરભાઈ ડાંગર, સામંતભાઈ છુછિયા, કમલેશભાઈ ખામ્ભલિયા અને અંકુરભાઈ ચાચુ દ્વારા કરવામાં આવી હતી.