ટ્રકે એક ઈકોને ઠોકર પણ મારી : હાલ ક્રેન વડે ટ્રક હટાવવાની કામગીરી ચાલુમોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે મશીનરી લઈ જતો ટ્રક બંધ પડી જતા એક તરફનો બ્રિજ બંધ થઈ ગયો છે. હાલ ક્રેન વડે ટ્રક હટાવવાની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર શનાળા બાયપાસના ઓવરબ્રિજ ઉપર આજે બપોરના અરસામાં એક હેવી મશનરી ભરેલા ટ્રકે ઈકોને ઠોકર મારી હતી અને આ ટ્રક રોડ ઉપર જ બંધ થઈ ગયો હતો. ટ્રકમાં મોટી મશીનરી લોડ કરેલી હોય જેથી ઓવરબ્રિજનો એક સાઈડનો રોડ બંધ થઈ ગયો છે. આ મામલે ટ્રાફિક પોલીસે જણાવ્યું કે હાલ તેમની ટિમ ઘટના સ્થળે છે. ક્રેન વડે ટ્રકને ખસેડવાની કામગીરી ચાલુ છે.