હીરો સ્પ્લેન્ડર બાઈક પર 19 બોટલ/ચપલા વિદેશી દારૂની હેરાફેરી કરતા સરવડનો યુવાન પકડાયો: દારૂ સપ્લાય કરનાર વોન્ટેડ જાહેરમાળીયા (મોરબી અપડેટ): માળીયા (મીંયાણા) પોલીસની ટીમે માળીયા-જામનગર હાઇવે પર સરવડ ગામના પાટિયા પાસેથી એક શખ્સને વિદેશી દારૂની હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને મોટરસાયકલ મળી કુલ 35,455 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, માળીયા પોલીસને પેટ્રોલીંગ દરમિયાન બાતમી મળી હતી કે એક હીરો સ્પ્લેન્ડર બાઈક (રજીસ્ટ્રેશન નંબર GJ-36-AG-0271) માં ઈંગ્લીશ દારૂ ભરીને પીપળીયા ચાર રસ્તા તરફથી માળીયા તરફ જઈ રહ્યું છે. જેના આધારે પોલીસે સરવડ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાંથી પસાર થતા ઉપરોક્ત નંબરવાળા બાઈકને રોકવાનો ઈશારો કરતા ચાલક વિજય દેવજીભાઈ પરમાર (ઉ.વ. 21, રહે. સરવડ, તા. માળીયા) એ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પીછો કરીને તેને પકડી લીધો હતો.પોલીસે બાઈકની ટાંકી પર રહેલા થેલાની તલાશી લેતા તેમાંથી 'ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશ્યલ વ્હીસ્કી' ની 750 ML ની 7 બોટલ (કિંમત 3955 રૂપિયા) અને 180 ML ના 12 ચપલા (કિંમત 1500 રૂપિયા) મળી કુલ 19 નંગ વિદેશી દારૂનો જથ્થો (કુલ કિંમત 5455 રૂપિયા) મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને 30,000 રૂપિયાની કિંમતનું બાઈક મળીને કુલ 35,455 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ દારૂનો જથ્થો પૂરો પાડનાર મનસુખ ચાવડા (રહે. ઇન્દિરાનગર, મોરબી) ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #CrimeNews #ProhibitionAct #GujaratPolice #LiquorSeized