વાંકાનેરથી સરતાનપર ખાતે એસી રીપેર કરવા આવી રહેલા બે યુવાનોને અકસ્માત નડ્યોમોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ફરી એક વખત રક્ત રંજીત બન્યો હતો. વાંકાનેરથી સરતાનપર ખાતે એસી રીપેર કરવા જઈ રહેલા બે યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા એકનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જોધપર ગામે રહેતા અને એસી રિપેરીંગનું કામ કરતા જાહિદઅહેમદભાઈ મામદહુસેનભાઈ શેરસિયા ઉ.22એ મોરબી તાલુકા પોલીસ મથકમાં જીજે - 03 - ડબ્લ્યુ - 8434 નંબરના આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.28ના રોજ તેઓ સાથી કર્મચારી મોઇનભાઈ સાથે સરતાનપર ખાતે એસી રીપેર કરવા આવતા હતા ત્યારે મકનસર નજીક ચામુંડા હોટલ પાસે ટ્રક ચાલકે સામેથી બાઇકને હડફેટે લેતા બાઇકમાં બેઠેલા મોઇનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે બાઈક ચાલક જાહિદઅહેમદભાઈને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.