ટંકારા : તાલુકાના જબલપુર પાટીયા નજીક સરકારી ગાડી અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. સરકારી ગાડી ડીવાઈડર કુદીને સામેની સાઈડ આવી બાઈક પર ચડી ગઈ હતી. જેમાં એકનું મોત થયું હતું જયારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. મળતી માહિતી પ્રમાણે ગત રાત્રે ટંકારાના જબલપુર પાટીયા પાસે જામનગર તરફથી આવતી જીજે 3 જી 1828 સરકારી ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સરકારી વાહન ડીવાઈડર કુદીને સામે સામેના રોડ પર જતા બાઈક પર ચડી ગઈ હતી. જે અકસ્માતમાં સલિમભાઈ ઉશમાન ખેર(ઉ.વ.50) રહે, મૂળ નલીયા ભુજ હાલ રહે ટંકારા વાળાનું મોત થયું હતું. જયારે સુરેશ નાનજીભાઈ પટેલ રહે. રાજકોટ કાલાવડ રોડ વાળાને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. બનાવ મામલે ટંકારા પોલીસ સ્ટેશનના ઈમ્તિયાઝ જામ વધુ તપાસ ચલાવી રહ્યા છે.