મોરબી : માળીયા - કચ્છ હાઇવે પર હરિપર ગામ નજીક આવેલ એસએસ સોલ્ટ કારખાના સામે ગઈકાલે વહેલી સવારે આરજે - 19 - જીજી - 7364 નંબરના ટ્રક ચાલકે આગળ બંધ પડેલા જીજે - 12 - બીવી - 7191 નંબરના ટ્રક પાછળ પોતાનો ટ્રક અથડાવતા રાજસ્થાનના વતની ટ્રક ચાલક દેવારામ છોગારામ દારા ઉ.30નું મૃત્યુ નીપજ્યું હતુ. અકસ્માતના બનાવ અંગે બંધ પડેલા ટ્રકના ચાલક પંકજભાઈ અરજણભાઈ ગોંડલીયા રહે.જાલણસર તા.કાલાવડ, જી.જામનગર વાળાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.