રબી : મોરબીના ગિડચ ગામે આજે ખેતરમાં મજુરી કરી રહેલા શ્રમિકની ઉપર વીજળી પડતા તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત થતી વિગત મુજબ આજે સમગ્ર મોરબી પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કરા અને વરસાદ વરસ્યો હતો. આ વેળાએ ગિડચ ગામે ભાનુભાઈ મિયાત્રાના ખેતરમાં મજૂરી કામ કરી રહેલા ગણપતભાઈ માસીયાવાનું વીજળી પડતા પડતા તેઓનું મોત નીપજ્યું છે.