હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરમાં માર્કેટિંગ યાર્ડ નજીક તાલુકા પંચાયત કચેરી પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી હંસરાજભાઈ નાગરભાઈ હળવદીયા ઉ.40 રહે.ભવાનીનગર ઢોરો, હળવદ વાળાને રોકડા રૂ.510 તેમજ વરલીના સહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.