ટંકારા : ટંકારા નજીક પોલીસે બાતમીના આધારે એક શખ્સને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લીધો હતો.આ બનાવની ટંકારા પોલીસ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારાના પીએસઆઈ બગડા, વિક્રમભાઈ આહીર, વિશ્વરાજસિંહ, પ્રવીણભાઈ, ચકુંભાઈ સહિતના સ્ટાફે બાતમીના આધારે ટંકારા તાલુકાના લજાઈ ધૂનડા જવાના રસ્તે આવેલ સીમ વિસ્તારના ખેતરમાં ગેરકાયદેસર દેશી બદુકથી ખેતરનું રખોપુ કરનાર દાઉદભાઈ નૂરમામદ કાજડિયા ઉ.વ.57ને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લીધો હતો.પોલીસની તપાસમાં આ આરોપી સામે અગાઉ ગેરકાયદે હથિયાર રાખવાનો ગુનો નોંધાયો હતો. આથી પોલીસે ફરી ગેરકાયદે બંદૂક સાથે તેની ઝડપીને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne