મોરબી : 78મા આઝાદીના પર્વની પૂર્વ સંધ્યાએ આજે એટલે કે તા. 14-8-2024ના રોજ ગોંડલની પ્રવહન કચેરી જેટકોના અધિક્ષક ઇજનેર પી. કે. વરસડા, અને રાજકોટ કચેરી બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર એમ. કે. ચિખલીયાના માર્ગદર્શન હેઠળ, જેટકો કચેરી મોરબીના સ્ટાફ દ્વારા “એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના સૂચિત 66કેવી ગાળા સબ-સ્ટેશનના પરિસરમાં કુલ 30 રોપાઓનું વાવેતર કરવામા આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત આ વૃક્ષના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.' એક પેડ મા કે નામ' અભિયાન ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં, પૃથ્વીનું તાપમાન ઘટાડવામાં, ભૂગર્ભજળનું સ્તર વધારવામાં અને પ્રદૂષણ નિયંત્રણમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા સક્ષમ બનશે તેમાં કોઈ શંકા નથી. વૃક્ષારોપણના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાયબ ઇજનેર જે. એમ. વિરમગામા (બાંધકામ), નાયબ ઇજનેર સિવિલ સી. કે. ભાડેશિયા તથા જુનિયર ઇજનેર સી. ડી. ધરોડીયા સહિત સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.