મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નજીક વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો છે. આ શખ્સ સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 30 નવેમ્બરના રોજ બેલા ગામમાં સિરામીક કારખાનાની સામે જાહેરમાં ગે.કા. રીતે વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમી રમતા ધમો જગદીશભાઇ ભડાણીયા ઝડપાયો હતો. પોલીસે કુલ કિં.રૂ. 520નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસે આરોપી ધમોની અટકાયત કરી છે.