વાંકાનેર : વાંકાનેરમાં ટાઉન હોલ પાસે વર્લી ફીચરનો જુગાર રમતો એક શખ્સ ઝડપાયો છે. આ શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 9ના રોજ વાંકાનેરમાં પુલ દરવાજા નજીક ટાઉન હોલ પાસે અસલમ ઉર્ફે રૂપારો અનવર મીયા ગે.કા. રીતે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા પકડાયો છે. પોલીસે વર્લી સાહીત્ય, મોબાઇલ ફોન-1 તથા રોકડા રૂ. 1200 મળી કુલ રૂ. 1700નો મુદમાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસ દ્વારા આરોપી અસ્લમની અટકાયત કરવામાં આવી છે.