મોરબી : મોરબીના સામા કાંઠે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો છે. આ કેસમાં ત્રણ શખ્સો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ગઈકાલે તા. 14ના રોજ મોરબી સામા કાંઠે એલ.ઇ. કોલેજ ગ્રાઉન્ડમાં મકાન પાસે અમીત પ્રવીણભાઇ ધુળશીયા પોતાના મોબાઇલ ફોન ઉપર હાલમાં ચાલતી બીગબાસ લીગની બ્રિસબેન હીટ તથા સીડની થંડરની ટી-20 મેચ ઉપર પોતાના મોબાઇલ ફોનમાં એક વેબસાઇટમાંથી લાઇવ સ્કોર જોઇ રનફેરનો સટ્ટો રમી રહ્યો હતો. તેમજ આરોપી ટીનાભાઇ (રહે. મહેસાણા)એ આરોપી અમિતને ક્રિકેટ સટા માટે આઇ.ડી. આપી તથા આરોપી વિશાલ ઉર્ફે પ્રવીણ (રહે. મહેસાણા)એ મોબાઇલ ફોન પર આરોપી અમિત પાસેથી લાઇવ મેચો પર હારજીતના સોદાઓ લેતા હતા. આ કેસમાં પોલીસે મોબાઇલ ફોન 1, રોકડ રૂપિયા 2020, સટ્ટાનો હિસાબ લખેલ ચિઠ્ઠી, બોલપેન તથા મો.સા. નંગ 1 મળી કુલ મુદામાલ કિમત રૂપીયા 24,020 કબ્જે કર્યો છે. તેમજ પોલીસે બેટીંગનો હાર જીતનો જુગાર રમતા આરોપી અમિતની અટકાયત કરી છે.