વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામે બાતમીને આધારે બાપા સીતારામ મઢુંલી પાસે બાવળની કાટમા દરોડો પાડી આરોપી મહેશ ટીડાભાઈ ધીણોજા રહે.માટેલ વાળાને વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 2793 સાથે ઝડપી લીધો હતો. આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂની આ બોટલો આરોપી અજય રૂડાભાઈ જેતપરા રહે.માથક, તા.હળવદ વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે અજયને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.