ભરૂડી ટોલનાકેથી પસાર થયા ન હોવા છતાં ટોલ ટેક્સ કપાતા કાર ચાલકમાં ભારે રોષ મોરબી : ફાસ્ટ ટેગનો વધુ એક ભગો સામે આવ્યો છે. જેમાં મોરબીના એક કાર ચાલકની કાર ઘરે પાર્ક હોય અને કદી ભરૂડી ટોલનાકેથી કાર લઈને પણ પસાર થયા ન હોવા છતાં ભરૂડી ટોલનાકે પસાર થયાનું જણાવીને ફાસ્ટ ટેગમાં ટોલ ટેક્સ કપાયાનો મેસજ આવ્યો હતો. વિના કારણે ટોલ ટેક્સ કપાતા કાર ચાલકમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મોરબીમાં અનેક લોકો ખોટી રીતે ફાસ્ટ ટેગમાં ટોલ ટેક્સ કપાયાના ભગાનો શિકાર બન્યા છે. જેમાં વધુ એક કાર ચાલક પણ શિકાર થયા છે. મળતી વિગતો મુજબ મોરબીમાં રહેતા હાર્દિકભાઈ ઠાકર પોતાની બોલેરો કાર નંબર જી.જે.03 એફ.ડી.1808 લઈને ક્યારેય ભરૂડી ટોલનાકેથી પસાર થયા નથી. તેમની કાર ઘરે જ પડી હતી. છતાં તેમને ગઈકાલે ફાસ્ટ ટેગમાં મેસેજ આવ્યો કે તેઓ ભરૂડી ટોલનાકેથી તેમની કાર લઈને પસાર થયા છે. આથી ઓનલાઈન તેમનો ટોલ ટેક્સ કપાઈ ગયો હતો. ઘણા દિવસો ઘરે ગાડી પડી હોય છતાં વિના કારણે ટોલ ટેક્સ કપાતા આ કાર ચાલકમાં રોષ વ્યાપી ગયો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..