રવિરાજ ચોકડી પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો મોરબી : મોરબી એસઓજીની ટીમે વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે ગેરકાયદે હથિયારો પકડવાની કાર્યવાહી કરી રહી છે. ત્યારે વધુ એક બાતમીના આધારે મોરબી એસઓજીની ટીમે મોરબી નજીક રવિરાજ ચોકડી પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. મોરબી એસઓજીની ટીમ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે ગેરકાયદે હથિયારો પકડવા માટે વોચમાં હતી. ત્યારે એસઓજી સ્ટાફને બાતમી મળી હતી કે, મોરબી નજીક રવિરાજ ચોકડી પાસે ઓવરબ્રિજ નજીક એક શખ્સ ગેરકાયદે દેશી હાથ બનાવટની તમંચો તેમજ જીવતા કારતુસ સાથે ઉભો છે. તેવી હકીકતના આધારે એસઓજીની ટીમ તુરંત જ તે સ્થળે ત્રાટકી આ શખ્સ તોફિક કરીમભાઈ પીજારા રહે મોરબી ઘાંચી શેરીવાળાને ગેરકાયદે દેશી હાથ બનાવટની તમંચો તેમજ 2 જીવતા કારતુસ મળી કુલ રૂ.5,400ના મુદામાલ સાથે ઝડપી તેની સામે આમર્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.