પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને જ ઘડિયા લગ્ન લેવાયા મોરબી : સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ બંધ કરી સાદગી પૂર્વક ઘડિયા લગ્નપ્રસંગ યોજવા સંદેશ આપનાર મોરબી પાટીદાર સમાજની પહેલ રંગ લાવી રહી છે જે અંતર્ગત મોરબી ઉમા ટાઉનશીપ ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસસ્થાને ચિ. જીતેન્દ્ર અને ચિ.પૂનમે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. મોરબી ઉમા ટાઉનશીપ ખાતે પડસુંબિયા પરિવારના દીકરા અને ચનીયારા પરિવારની દીકરીના ઘડીયા લગ્ન નું આયોજન કરવા માં આવ્યું હતું.જેમાં બન્ને પરિવાર દ્વારા ઉમિયા ટાઉનશીપ ખાતે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને જ ઘડીયા લગ્ન નું આયોજન કરેલ હતું. દિનેશભાઇ ડુંગરભાઈ પડસુંબિયા મોરબીવાળાના સુપુત્ર ચી.જીતેન્દ્ર અને સ્વ. ગોપલભાઈ મનજીભાઈ ચનિયારા મોરબીવાળાના સુપુત્રી ચી. પૂનમના બન્ને પક્ષોની સહમતી અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયાની હાજરીમાં ઘડીયા લગ્ન લેવાયા હતા આજના આ સમયમાં લોકો ખોટા ખર્ચ બચાવે અને સાદાઈથી લગ્ન કરે તેવી સમાજને બન્ને પરિવારોએ રાહ ચીંધી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નવ દંપતિને નમો ઘડિયાળ આપી બન્ને પક્ષોનો અભિવાદન કર્યું હતું.