22 વર્ષના યુવાનને કોરોના થતા હોમ આઇસોલેટ કરાયો : જિલ્લામાં એક્ટિવ કેસ 4 થયામોરબી : મોરબીમાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. જેને પગલે જિલ્લામાં કોરોનાના કુલ 4 કેસ થયા હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. રાજ્યમાં હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે. તેવામાં મોરબી જિલ્લો અત્યાર સુધી કોરોનામુક્ત હતો. પરંતુ છેલ્લા બે દિવસમાં મોરબી જિલ્લામાં કોરોનાના કેસ નોંધાવાનું શરૂ થઈ ગયું છે. ગત રોજ મોરબી શહેરમાં બે અને ટંકારા પંથકમાં એક એમ કુલ 3 કેસ નોંધાયા હતા. તેવામાં આજે પણ મોરબી શહેરમાં રહેતા એક 22 વર્ષીય યુવાનને કોરોના થયો હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે. આ યુવાનને હોમ આઇસોલેટ કરવામાં આવ્યો છે. આમ આજની સ્થિતિએ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 4 થઈ છે.