મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. જેમાં મોરબી શહેર વિસ્તારમાં એક યુવાનને કોરોના થતા હોમ આઇસોલેટ કરવામાં આવ્યો છે. બીજી તરફ અત્યાર સુધીમાં જિલ્લામાં 23 કેસ નોંધાયા છે. જેમાંથી 14 લોકો રિકવર થઈ જતા હવે 9 એક્ટિવ કેસ હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.