70 વર્ષે યુવાનોને શરમાવે તેવી ચપળ સ્ફૂર્તિ ધરાવતા ડો.અનિલ પટેલ તાજેતરમાં અમદાવાદ ખાતેની મેરેથોનમાં પ્રથમ ક્રમાંકે : 65 વર્ષથી ઉમેરે દોડવાનું શરૂ કરી છેલ્લા પાંચ વર્ષમાં 27 મેરેથોનમાં ભાગ લેવાની અદ્વિતીય સિદ્ધિ મેળવી મોરબી : સામાન્ય રીતે માણસ જૈફ વયે પહોંચે એટલે ટેકણ લાકડીની જરૂર પડે છે. આ ઉમેરે પહોંચેલા ઘણા વૃદ્ધો તો બે ડગલાં ચાલવામાં પણ હાંફી જાય છે.ત્યારે આજે આપણે અહીં એવા જૈફ વયે પહોંચેલા વ્યક્તિની વાત કરવી છે કે જેઓને 70 વર્ષની ઉંમરે પણ નખમાયે રોગ નથી અને યુવાનોને શરમાવે તેવી ચપળ સ્ફૂર્તિ ધરાવે છે.સૌથી વધુ આશ્ર્ચર્યની વાત એ છે કે, તેઓએ 65 વર્ષની ઉમેરે તો દોડવાનું શરૂ કરીને અત્યાર સુધીમાં રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાની મેરેથોનમાં ભાગ લેવાની અદ્વિતીય સિદ્ધિ મેળવી છે.ત્યારે તેઓએ વધુ એક સિદ્ધમાં તાજેતરમાં અમદાવાદ ખાતેની મેરેથોનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. મોરબીના હાડકાના સર્જન ડો. અનિલ પટેલની ઓળખ ડોકટરને બદલે દોડવીર તરીકેની થઈ ગઈ છે. ડોક્ટર હોવાને નાતે તેઓ પોતાના શરીરની ખૂબ જ કાળજી રાખે છે.નિયમિત વ્યાયામને કારણે આજે તેઓ 70 વર્ષના થયા હોવા છતાં તેમને એકેય બીમારી સ્પર્શી શકી નથી. જો કે તેઓ વર્ષોથી દરરોજ વહેલી સવારે ઉઠીને દોડવા નીકળી પડતા, દરરોજ દોડવાની પ્રેક્ટિસ હોવાથી પાંચ વર્ષ અગાઉ તેમને મેરેથોનમાં ભાગ લેવાની પ્રેરણા મળી હતી અને 65 વર્ષની ઉંમરે તેઓએ દોડવાનું શરૂ કરીને હાલ યુવાનોને પણ શરમાવે તેવી ચપળ શારીરિક સ્ફૂર્તિ ધરાવે છે. ડો.અનિલ પટેલે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરની 27 જેટલી મેરેથોન સ્પર્ધામાં ભાગ લીધો છે. આ દરેક સ્પર્ધામાંમાં તેઓએ પ્રથમ કે દ્વિતીય ક્રમ સાથે શાનદાર પરફોર્મન્સ આપીને દોડવીર તરીકેની સિદ્ધ મેળવી છે. જ્યારે તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલી અદાણી મેરેથોનમાં યુવાનો સહિત 2500 લોકોએ ભાગ લીધો હતો. જેમાં સીનીનર સીટીઝન વિભાગમાં 10 કિમીની મેરેથોનમાં આ 70 વર્ષની દોડવીર સપુર ફાસ્ટ ગતિમાં દોડીને પ્રથમ નંબર મેળવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..