રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન અપાયા, અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ જામીન ઉપર થતા મુક્તમોરબી : મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં વધુ એક આરોપીને કોર્ટે શરતી જામીન આપતા તેનો છુટકારો થયો છે. આ આરોપીને રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. ગુજરાત સમાચારની વેબસાઈટમાં જણાવ્યા મુજબ મોરબીમાં ગત વર્ષ 30 ઓકટોબર 2022ના રોજ મચ્છુ નદી પર આવેલા પ્રખ્યાત ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ ઘટનાને થોડા દિવસ પહેલા જ એક વર્ષ પૂર્ણ થયું છે. આ ભયંકર દુર્ઘટનામાં 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના પાછળ ઓરેવા કંપનીને જવાબદાર ગણાવવામાં આવી છે. ત્યારે હવે આ કેસમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. રાજકોટ અને મોરબીમાં પ્રવેશ ન કરવાની શરતે હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને કોર્ટે શરતી જામીન આપ્યા છે. જોકે આ અગાઉ 5 આરોપીઓને જામીન મળી ચૂક્યા છે. જેમાં 3 સુરક્ષાકર્મી, 2 ક્લાર્ક અને 1 મેનેજરનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે બે ક્લાર્કને જામીન આપ્યા હતા. જોકે, ક્લાર્કને જામીન આપવાના નિર્ણય વિરૂદ્ધ પીડિત પરિવારોએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી.