મોરબી : આવતીકાલે તારીખ 5 ઓગસ્ટ ને શનિવારના રોજ મોરબીના મકનસર ખાતેના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મોરબી જિલ્લામાં 74 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મહાનુભાવોને ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. આવતીકાલે સાવરે 9-30 કલાકેથી મોરબી ખાતે 74 માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી મુખ્યમંત્રીના 'ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત'ના સૂત્ર સાથે યોજાશે. જેમાં અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત રહેશે. જ્યારે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ વડોદરાના સિનિયર ડિવિઝનલ મેનેજર યદુ ભારદ્વાજ (IFS), કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, લોકસભા સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, પુનમબેન માડમ, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણી, હળવદ-ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમના અંતે સૌ મહાનુભાવોની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. આ કાર્યક્રમને લઈને મોરબી વન વિભાગના નાયબ વન સરક્ષક ચિરાગ અમીન (IFS), મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી (IPS) અને મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા (IAS) દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.