અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર ખુલ્લી ગટરની કુંડી બે દિવસ પહેલા તંત્રએ રીપેર કરી પણ બાજુમાં નજર સામે દેખાતી ખુલ્લી કુંડીને રીપેર ન કરતા વાહનો પડવાથી લોકોમાં ભારે આક્રોશ મોરબી : મોરબીમાં અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર ખુલ્લી ગટરની કુંડી મામલે ભારે ઉહાપોહ થતા અંતે તંત્ર તે કુંડી રીપેર કરી હતી. પણ તેનાથી થોડે દુર દેખાતી ખુલ્લી કુંડી રીપેર ન કરતા હવે તંત્રના પાપે આ ખુલ્લી કુંડીમાં વાહનો ખાબકતા લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. મોરબીમાં તંત્ર એટલી હદે લાપરવાહ બની ગયું છે કે, એક રજુઆતથી કામ પતતુ જ નથી. સતત રજુઆત અને તંત્રને રીતસર ઢંઢોળવું પડે ત્યારે માંડ કામ થાય અને એ કામ પણ કેટલો સમય ચાલે તેની કોઈ ગેરટી નહિ. આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં થોડા સમય પહેલા અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આયુષ હોસ્પિટલ પાસે રોડની વચ્ચોવચ ખુલ્લી ભુર્ગભની કુંડી હતી. જે જોખમી બની ચુકી હતી. જોખમી કુંડીમાં દરરોજ એક યા બે વાહન ખાબકતા જ હતા. આ રોજનો ક્રમ થઈ ગયો, સતત વાહનો ખબકવા લાગ્યા એટલે એ ગંભીર બેદરકારી સમાચાર માધ્યમોમાં ચમકી, એટલે હવે છેક તંત્રને રેલો આવ્યો અને કામ કર્યું પણ કેવું ..અયોધ્યાપુરી રોડ ઉપર જ્યાં ખાડો હતો ત્યાં તંત્ર રીપેર કરીને ઢાકણું મૂકી દીધું પણ આ રોડ ઉપર જ થોડે જ દૂર બીજી એક આવી જ ખુલ્લી કુંડી હતી. એની સામે તંત્રના માણસોને નજર પણ ન નાખી, અને કદાચ નજર ગઈ હશે તો એમ માન્યું હશે ફે ફરિયાદ આવશે પછી જોયું જાશે. તંત્રના માણસોની આવી જોખમી બેદરકારીને કારણે એ ખુલ્લી કુંડીમાં કાર ખાબકી હતી. તેમજ અન્ય વાહનો પણ ખબકયા હતા.