પ્લેટીના વિટ્રીફાઇડ કંપનીની જાહેરાત મોરબી : પ્લેટિના વિટ્રિફાઇડ કંપની દ્વારા વેપારીની આંખમાં મરચું છાંટનાર લૂંટારુઓની માહિતી આપનારને એક લાખનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગત તા. 25 ફેબ્રુઆરીના રોજ સવારના 9-30 કલાક આસપાસ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટી વિસ્તારમાં એક હોન્ડા સાઈન મોટરસાઇકલ ઉપર આવેલ બે શખ્સોએ એક વેપારીના આંખમાં મરચાનો પાઉડર છાંટી રૂ. 15,80,000 ભરેલ થેલાની લૂંટ કરીને ભાગી ગયેલ છે. આરોપીઓના ફોટા પરથી કે આરોપીઓ બાબતે કોઈ માહિતી આપનારને પ્લેટિના વિટ્રિફાઇડ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી રોકડ રૂ. 1,00,000નું ઇનામ આપવામાં આવશે. તેમજ માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. જે માટે મો.નં. 96876 93151 તથા 78743 54363 પર સંપર્ક કરવાનો રહેશે.