વ્યક્તિગત રીતે પણ મુખ્યમંત્રી રાહતનિધીમાં વહી રહી છે અનુદાન રાશીની સરવાણી મોરબી : કોરોના સામેની લડાઈ જીતવા સરકારી તંત્ર દિવસ-રાત જોયા વગર દોડતું થયું છે ત્યારે વિવિધ સંસ્થાઓ અને બુદ્ધિજીવીઓ પણ સરકાર મારફત લોકકલ્યાણને ધ્યાનમાં રાખી પોતાની રીતે મદદ કરવા આગળ આવી રહ્યા છે. મોરબીના નરસંગ ટેકરીમાં આવેલ નરસંગ મંદિર ટ્રસ્ટ તરફથી બધા ટ્રસ્ટીઓએ એકઠા થઇ એક લાખ રૂપિયાની ધનરાશી એકઠી કરી મુખ્યમંત્રી રાહત ફંડમાં આપી છે. આ ઉપરાંત મોરબી જિલ્લા સરકારી વકીલ વિજય જાની તથા બે મદદનીશ સરકારી વકીલો ધર્મેન્દ્ર આદ્રોજા અને સંજય દવેએ પોતાનો એક માસનો પગાર મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યા છે. જ્યારે દરબારગઢ ચોક, ધર્મ મંગલ સોસાયટી ખાતે રહેતા પાલિકાના પૂર્વ સુધારાઈ સભ્ય હંસાબા વનરાજસિંહ જાડેજાએ 11,111 રૂપિયાની ધનરાશી તથા રિયલ ટ્રેડર્સ વાળા આશિષ કગથરા, હિતેષ ગામી તથા વિશાલ પટેલે મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાં 21000 રૂપિયાની અનુદાન ધનરાશી નેટબેન્કિંગ દ્વારા જમા કરાવી હતી. આમ વ્યક્તિગત ધોરણે પણ લોકો સરકારને આર્થિક ટેકો આપવા આગળ આવી રહ્યા છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/