વાંકાનેર : વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસે ટ્રક અને સીએનજી રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. જેમાં એકનું મોત અને ત્રણ ઘાયલ થયા હતા. બેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળે છે. માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કેળારા બોર્ડ પાસે ગંભીર અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને વધુ ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા થયેલી છે. મૃત્યુ પામનાર ધનીબેન મનુભાઈ દેવીપુજક ઉમર વર્ષ 65 પોતે મહીકા ગામેથી પોતાના નાના દીકરાના ઘરેથી મોટાના દીકરાના ઘરે આવતા કેરાળા ગામના બોર્ડ પાસે અકસ્માત નડ્યો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..