ટંકારા : ટંકારા રાજકોટ રોડ ઉપર સીએનજી રીક્ષા ચાલકે બાઈક બાઈક સવાર યુવાનને હડફેટે લેતા બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી જ્યારે રિક્ષામાં બેઠેલા રીક્ષા ચાલકના પિતાનું મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત મામલે બાઈક ચાલકે ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારા નજીક બાઈક લઈને જઈ રહેલા મૂળ ધ્રોલિયા ગામના અને હાલ મિતાણા રહેતા કિશોરભાઇ હમીરભાઇ ચૌહાણને સીએનજી રીક્ષા ચાલકે હડફેટે લેતા બાઈક ચાલકને ઇજાઓ પહોંચી હતી. જ્યારે રિક્ષામાં બેઠેલા રીક્ષા ચાલકના પિતા ધીરુભાઈ ઊઘરેજાનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે બાઈક ચાલકની ફરિયાદને આધારે ટંકારા પોલીસે રીક્ષા ચાલક અરવિંદભાઇ ધિરૂભાઇ ઉઘરેજા રહે ટંકારા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.