પૂછ્યા વગર બાઈક લઈને નીકળી ગયેલા યુવકે અકસ્માત સર્જ્યોહળવદ : હળવદ તાલુકાના રાયસંગપર ગામે અકસ્માતના એક વિચિત્ર બનાવમાં બાઈક માલિકની જાણ બહાર બાઈક લઈને નીકળી ગયેલા યુવાનને અકસ્માત નડતા બાઈક સ્લીપ થઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું અને બાઈક પાછળ બેઠેલા બાઈક માલિકના પુત્રને ઇજાઓ પહોંચતા બનાવ અંગે મૃતક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા ફરિયાદી થોભણભાઈ રામજીભાઈ શિરોયા ઉ.42 એ આરોપી બળદેવભાઈ મનુભાઈ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.14 એપ્રિલના રોજ આરોપી બળદેવ રાત્રીના સમયે તેમનું જીજે 36 એચ 5285 નંબરનું બાઈક લઈને જતો રહ્યો હતો.આરોપી બાઈક લઈને જતા સમયે ફરિયાદીના પુત્ર હાર્દિકને પાછળ બેસાડ્યો હતો અને આગળ જતા પીપરાળી હનુમાનજી મંદિર પાસે બાઈક સ્લીપ થઈ જતા આરોપી બળદેવ ડાભીનું મૃત્યુ નીપજ્યું હતુ.જ્યારે હાર્દિકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે હળવદ પોલીસે બળદેવ ડાભી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.