નવા બની રહેલા કારખાનામાં બનેલી ઘટનામાં અન્ય એક ઘાયલમોરબી : માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામની સીમમાં નવા બની રહેલા કારખાનામા રિવર્સમાં આવતા ડમ્પર ટ્રકના ડ્રાઇવરની બેદરકારીથી એક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા ઘટના અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વધારવા ગામની સીમમાં નવા બની રહેલા સિમ્પોલો ઇન્ટરનેશનલ નામના કારખાનામાં જીજે - 36 - વી - 9142 નંબરના ડમ્પર ચાલકે બેફિકરાઈથી પોતાનું ડમ્પર રિવર્સમાં લેતા સંજયભાઈ બેરનાર ગણાવા ઉ.22 નામના યુવાનનું ડમ્પર હડફેટે મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે દિપક તોલિયાભાઈ ભુરિયાને આ અકસ્માતમાં ઇજાઓ પહોંચતા દિવાન બેરનાર ગણાવાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.