ગત રાત્રે બે ટ્રક અથડાતા આગ લાગેલ જેમાં એક વ્યક્તિ ટ્રકમાં જ ભડથું થઈ જતા, ફાયર વિભાગે બોડીને કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડીમોરબી : મોરબીના જાંબુડીયા પાસે ગત રાત્રે અકસ્માત બાદ બે ટ્રકમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ બે ફાયર ફાયતર સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો આ અંગે ફાયરના દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આગ એટલી વિકરાળ હતી કે આગને કાબુમાં લેતા મોડી રાત થઈ હતી.આ અકસ્માતમાં એક ટ્રક માં કોલસો હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ટ્રકમાં સવાર દેવજીભાઈ બચુભાઈ સીસદાણા (ઉમર 49) રહેવાસી - વવાણીયા અસગમાં બળીને ભડથું થઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું. આથી ફાયર વિભાગે ડેડ બોડી ટ્રકમાંથી બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડેલ.